કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આજે સ્વચ્છતા મોબાઈલ એપ લોન્ચ કરી
Live TV
-
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આજે સ્વચ્છતા મોબાઈલ એપને લોન્ચ કરી હતી. તેમણે કહ્યુ કે હાથથી મેલુ ઉપાડવાની પ્રથા ઘણા સમય પહેલા પ્રતિબંધિત કરી દેવાઈ છે. તેમ છતાં સામાન્ય નાગરિકને કોઈ હાથથી મેલુ ઉપાડનાર વ્યકિતની જાણકારી મળે છે તો તે તેની ફરિયાદ આ એપના માધ્યમથી કરી શકે છે. જેને આધારે કાર્યવાહી થશે. વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર હાથથી મેલુ ઉપાડનારને 40 હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે સાથે જ તેઓ આજીવિકા શરૂ કરી શકે તે માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત આજીવિકા શરૂ કરવા માટે 3 લાખ રૂપિયાની સબસીડી પણ આપવામાં આવે છે જેથી તેઓ સ્વાવલંબી બની શકે.
