પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આજે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતરગત ખેડૂતોના ખાતામાં પૈસા મોકલશે.
18000 કરોડ રૂપિયા લોકોના ખાતામાં જમા કરવામાં આવશે
પીએમ મોદી આજે પીએમ કિસાન યોજનાના સાતમાં હપ્તાને લોકોના ખાતામાં જમા કરશે. જેમાં લગભગ 18000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે અને તેમાં 9 કરોડથી પણ વધારે ખેડૂત પરિવારોને ફાયદો થશે.
6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત
આ સાથે પ્રધાનમંત્રી આયોજન દરમ્યાન 6 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. સાથે પ્રધાનમંત્રી સરકાર દ્વારા કરવામાં આવેલ ખેડૂતલક્ષી કામો અંગે પણ ખેડૂતો સાથે વાતચીત કરશે. આ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
ત્રણ તબક્કામાં ખેડૂતોને લાભ આપવામાં આવે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના 1 ડિસેમ્બર 2018 થી લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ કિસાનોને ત્રણ તબક્કામાં લાભ આપવામાં આવે છે.
