Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી : કાશ્મીરમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની તકો થશે ઉભી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પ્રતિનિધિ મંડળ સાથે કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે જણાવ્યુ શિક્ષણ માટે તમામ  વિદ્યાર્થીને અપાશે સ્કોલરશીપ, હજ માટે કાશ્મીરીઓએ કરેલી તમામ અરજી કરાશે મંજૂર

    કલમ-370ની નાબૂદી બાદ , કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પ્રતિનિધિ મંડળ સાથે કાશ્મીરની મુલાકાતે છે. શ્રીનગરમાં એક જન સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું , કે કાશ્મીરમાં વિકાસ થશે. રોજગારીની તથા ઉચ્ચ શિક્ષણની તકો પણ ઉભી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ તાલીમ આપીને કાશ્મીરના યુવાનોને રોજગારી આપવા પ્રયાસ થશે. હિમાયત યોજના હેઠળ સરકાર 16 કરોડ રૂપિયા ફાળવી ચૂકી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હજ માટે જે કાશ્મીરીઓએ અરજી કરી છે, તે તમામની અરજી , મંજુર કરવામાં આવશે.જન સંપર્ક અભિયાન હેઠળ , આજે અનેક કેન્દ્રીય મંત્રીઓ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. સરકારે જે યોજનાઓ શરૂ કરી છે , તેની જાણકારી , તેઓ જન જન સુધી પહોંચાડશે.પ્રધાનમંત્રી કાર્યાલયના રાજયમંત્રી જીતેન્દ્રસિંહ , નિત્યાનંદ રોય, અર્જુન મુંડા , તથા કિરણ રિજીજુ પણ , જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply