ડિજિટલ ઇન્ડિયાનો સાચો અર્થ 'ક્લાસ' માટે ટેકનોલોજી નહીં પણ 'માસ' માટે ટેકનોલોજી : રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે ડિજિટલ ઇન્ડિયાની રચના ટેકનોલોજીની શક્તિથી સામાન્ય ભારતીયોને સશક્ત બનાવવા માટે અને ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે કરવામાં આવી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો અર્થ વર્ગ માટે ટેકનોલોજી નહી પણ જનતા માટે ટેકનોલોજી હોવો જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રીએ કહ્યું ટેક્નોલૉજી આજે પ્ર્સાશનિક કામોમાં મોટા પાયે ભાગ ભજવે છે, જેણે પ્રસાશનની પદ્ધતિને બદલી નાખી છે. આ વાત તેમણે NIC ટેક કોંકલેવ -2020 ની બીજી આવૃત્તિના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યાં હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાની રચના ટેકનોલોજીની શક્તિથી સામાન્ય ભારતીયોને સશક્ત બનાવવા માટે અને ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારત ડેટા રિફાઇનિંગનું મોટું કેન્દ્ર બને અને રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર આ તરફ કામ કરવા કટિબદ્ધ છે.
