બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો 71 માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે
Live TV
-
26મી જાન્યુઆરીના રોજ દિલ્લીના રાજપથ ખાતેની પરેડમાં રાષ્ટ્રપતિ બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર મસિઆસ બોલ્સોનારો શુક્રવારે નવી દિલ્હીના ચાર દિવસીય પ્રવાસ પર પહોંચશે. 26મી જાન્યુઆરીના રોજ દિલ્લીના રાજપથ ખાતેની પરેડમાં રાષ્ટ્રપતિ બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની સાથે બ્રાઝિલની સંસદમાં બ્રાઝિલ-ભારત ફ્રેન્ડશિપ ગ્રુપના અધ્યક્ષ, વરિષ્ઠ અધિકારીઓ, સાત મંત્રીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આવશે. રાષ્ટ્રપતિ બોલ્સોનારો 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે, જે તેમના સન્માનમાં ભોજન સમારંભ યોજશે. તે જ દિવસે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. આ મહિનાની 27 મી તારીખે રાષ્ટ્રપતિ બોલ્સોનારો ભારત-બ્રાઝિલના વ્યાપાર મંચ ખાતે સંબોધન કરશે.
