PM નરેન્દ્ર મોદી અને નેપાળના PM કે પી શર્મા ઓલીએ વિરાટનગરમાં એકીકૃત ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા આજે વિરાટનગર એકીકૃત ચેક પોસ્ટનું ઉદઘાટન કર્યું...PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પોતાના તમામ પાડોશી મિત્ર દેશો સાથે સરળ અને સુગમ અવરજવર માટે પ્રતિબદ્ધ છે..અને વેપાર, સંસ્કૃતિ તથા શિક્ષાના ક્ષેત્રના સંપર્ક વધારવાના પક્ષમાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા આજે વિરાટનગર એકીકૃત ચેક પોસ્ટનું ઉદઘાટન કર્યું...PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પોતાના તમામ પાડોશી મિત્ર દેશો સાથે સરળ અને સુગમ અવરજવર માટે પ્રતિબદ્ધ છે..અને વેપાર, સંસ્કૃતિ તથા શિક્ષાના ક્ષેત્રના સંપર્ક વધારવાના પક્ષમાં છે...
આજે જોગબણી-વિરાટનનગરમાં બંને પ્રધાનમંત્રી સંયુક્ત રીતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું... સંયુક્ત ઉદ્ઘાટન પછી PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો રસ્તા, રેલ અને ટ્રાન્સમિશન લાઈનો સહિત સીમાની આરપાર સંપર્કની નવી પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે...તેમણે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે મહત્વના સરહદના સ્થળો પર સંયુક્ત ચેક પોસ્ટ, પરસ્પર વેપાર અને અવર-જવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે...
જોગબણી-વિરાટનગર સંયુક્ત ચેક પોસ્ટનું નિર્માણ ભારતની મદદથી 260 એકર જમીન પર 140 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે...આવી પહેલી ચેક પોસ્ટ 2018માં રક્સૌલ-વિરગંજમાં બનાવવામાં આવી હતી...
મહત્વનું છે કે સંયુક્ત ચેક પોસ્ટ પર તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ તથા સંવર્ધન માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની અવરજવર માટે પણ આ ચેકપોસ્ટ મહત્વપૂર્ણ પુરવાર થશે.
