Skip to main content
Settings Settings for Dark

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે...ઉમેદવારી પત્ર તપાસ માટે કાલે મોકલવામાં આવશે, અને શુક્રવાર સુધી નામ પરત ખેંચી શકાય છે...ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી..

    ભાજપે સોમવારે નવી દિલ્લી, દિલ્લી કેન્ટ, રાજૌરી ગાર્ડન, શાહદરા અને કાલકાજી સહિત 10 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા...નવી દિલ્લી બેઠક પરથી સુનીલ યાદવને પાર્ટીએ ઉમેદવાર ઘોષિત કર્યા છે..આ યાદીમાં બે મહિલા ઉમેદવારો પણ સામેલ છે..સુમનલતા શૌકીન નાગલૌઈ જાટ બેઠક અને કુસુમ ખત્રીને મહરૌલી બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે...

    કોંગ્રેસ પાર્ટીએ યાદીમાં સાત નવા નામોની ઘોષણા કરી છે...કોંગ્રેસે નવી દિલ્લી બેઠક પરથી આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રમેશ સબ્બરવાલને ઉતાર્યા છે...પાર્ટીએ બુરાડી, ઉત્તમ નગર, પાલમ અને કિરાડી બેઠક પોતાના ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય જનતા દળ માટે છોડી છે..

    ભારતીય જનતા પાર્ટીએ દિલ્લીમાં જનતા દળ યુનાઈટેડ અને લોકજનશક્તિ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને તેના માટે ત્રણ બેઠકો છોડી છે...જનતા દળ યુનાઈટેડ બે બેઠકો પર અને LJP એક બેઠક  પર ચૂંટણી લડશે...ભાજપ સહયોગી શિરોમણી અકાલી દળે દિલ્લી વિધાનસભા ચૂંટણી ન લડવાની ઘોષણા કરી છે...

    આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે...દિલ્લીમાં લગભગ એક કરોડ 47 લાખ મતદારો છે...70 સભ્યોવાળી વિધાનસભા ચૂંટણી માટે મતદાન આઠ ફેબ્રુઆરીએ થશે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply