લખનઉમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના CAA મુદ્દે વિપક્ષ પર પ્રહાર
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે લખનઉ ખાતે CAA ના સમર્થનમાં યોજાયેલી રેલીને સંબોધન કર્યું હતું. CAA કાયદા મુદ્દે હાથ ધરાયેલા જનજાગરણ અભિયાન હેઠળ આ રેલી યોજાઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે લખનઉ ખાતે CAA ના સમર્થનમાં યોજાયેલી રેલીને સંબોધન કર્યું હતું. CAA કાયદા મુદ્દે હાથ ધરાયેલા જનજાગરણ અભિયાન હેઠળ આ રેલી યોજાઈ હતી. વિરોધ પક્ષોની આલોચના કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, વિરોધપક્ષ આ કાયદાનો વિરોધ કરીને ભ્રમણા ફેલાવે છે. કોંગ્રેસ મતબેન્કનું રાજકારણ રમી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કાયદો નાગરિકતા છીનવવાની નહીં પણ નાગરિકતા આપવાની જોગવાઈ ધરાવે છે. પાકિસ્તાનમાં હાલ ત્રણ ટકા હિંદુ જ રહી ગયા હોવાનું જણાવીને તેમણે પાકિસ્તાનમાં હિંદુધર્મી લોકોની સ્થિતિનું વર્ણન પણ કર્યું હતું.
