કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે અમેઠીની મુલાકાતે
Live TV
-
આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય વિસ્તાર અમેઠીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે છતોહ મોડના મેદાનમાંથી જનસભાને સંબોધિત કરી હતી.
તેમણે અનેક યોજનાઓની અમેઠીને ભેટ આપી હતી. તેમની મુલાકાત પહેલા ડીએમ નેહા શર્માએ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા અંગેની જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય મંત્રીએ યોજનાઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ માટે અમેઠીમાં 72 વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે અને પ્રત્યેક વેલનેસ સેન્ટર માટે રૂપિયા 7 લાખની ફાળવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
સ્થાનીક સાંસદ સ્મૃતિ ઈરાનીએ ડેપ્યૂટી સીએમ અને યોગી આદિત્યનાથની સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, અમેઠીના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
