કેન્દ્રીય સંસદિય બાબતોના મંત્રી અનંતકુમારનું બેંગલુરુમાં થયું નિધન
Live TV
-
કેન્દ્રીય સંસદિય બાબતોના મંત્રી અનંતકુમારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં પણ ઘણા મહત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી હતી
કેન્દ્રીય સંસદિય બાબતોના મંત્રી અનંતકુમારનું બેંગલુરુમાં નિધન થયું છે. 59 વર્ષની ઉંમરે તેમણે ગત મોડીરાત્રીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા. અનંતકુમારનો જન્મ 22 જુલાઈ 1959માં બેંગલુરુમાં થયો હતો. અનંતકુમાર દક્ષિણ ભારતમાં ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં પણ ઘણા મહત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી હતી.તો સમગ્ર દેશમાં શોકના મહોલ વચ્ચે દિવંગત અનંતકુમારના અંતિમ સંસ્કાર બેંગાલુરુમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.તો આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
