Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

Live TV

X
  • પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના અઢાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થાય તે માટે સુરક્ષાનું સંપૂર્ણ આયોજન કરાયું છે

    છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બપોરે 1.30 વાગ્યા સુધીમાં 33.86 ટકા મતદાન નોંધાયું છે. આ પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના અઢાર વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થાય તે માટે સુરક્ષાનું સંપૂર્ણ આયોજન કરાયું છે. સુરક્ષા માટે લગભગ એક લાખ સુરક્ષા કર્મચારીઓને ખડેપગે રાખવામાં આવ્યા છે. તેમજ સેનાના કર્મચારી અને બીએસએફના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી રહી છે. નક્સલ પ્રભાવિત 10 વિસ્તારોમાં મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી થશે. જ્યારે અન્ય ક્ષેત્રોમાં મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી થશે. આ પ્રથમ તબક્કામાં 190 ઉમેદવાર મેદાનમાં છે, જેમને ચૂંટવા માટે 16 લાખ મહિલાઓ સહિત રાજ્યના 31 લાખ લોકો મતદાન કરશે.છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં રાજનંદગાંવ પર બધાની નજર રહેશે.રાજનંદગાંવથી મુખ્યમંત્રી રમણસિંહ ચૂંટણી લડી રહ્યાં છે.ત્યારે તેમની સામે કોંગ્રેસે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લાને તેમની સામે ચૂંટણીના મેદાનમાં ઉતારી છે.છત્તીસગઢમાં નકસલીઓને મતદાતાઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો.મતદાન મથકોએ મતદાતાઓની કતારો જોવા મળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply