કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ કોરોના સામે ફેલાયેલ ગેરસમજને લઈને જાગૃતતા અભિયાન અંતર્ગત પોસ્ટર બહાર પાડ્યા
Live TV
-
વેક્સિનેશનની આડઅસરોને લઇને ફેલાયેલી અફવાઓને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રદિયો આપ્યો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કોરોના સામે લોકોમા ફેલાયેલ ગેરસમજને લઈને જાગૃતતા અભિયાન અંતર્ગત પોસ્ટર બહાર પાડ્યા છે. આ પોસ્ટરને વિવિધ રાજ્યોમા સ્થાનીક ભાષામા મોકલવામા આવશે. આરોગ્ય મંત્રાલયે વેક્સિનેશન બાદ માનવ શરીરમાં થતી સામાન્ય આડઅસરોની જાણકારી આપતા પોસ્ટર્સ પ્રકાશિત કર્યા છે. જેનો મુખ્ય હેતુ વેક્સિનેશનને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી કોરાનાને મ્હાત આપી શકાય છે. આ અંગે આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે, કોરોના વેક્સિન સંપૂર્ણ સલામત છે તથા ભારતમા બનેલી રસીની વિદેશોમા પણ માંગ છે.
