નવા કૃષિ બિલ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી પેનલ દ્વારા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ સાથે બેઠક
Live TV
-
સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી પેનલ દ્વારા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ સાથે નવા કૃષિ બિલ મામલે બેઠક ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલા સભ્યો અનિલ ઘનવટ, અશોક ગુલાટી અને પ્રમોદ જોશીએ આ બેઠકમાં ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરીને કૃષિ બિલ મામલે તેમના મંતવ્યો જાણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 11 જાન્યુઆરીના રોજ ચાર સભ્યોની બનેલી સમિતિની રચના કરી હતી. કૃષિ કાયદાનું સમર્થન કરનારા અને વિરોધ કરનારા ખડૂતોનો પક્ષ સાંભળીને પેનલે કોર્ટ સમક્ષ પોતાનો અહેવાલ રજુ કરવાનો છે. ખેડૂતો અને સરકાર વચ્ચે ગઇકાલે એક વધુ મંત્રણા યોજાઇ હતી. બેઠકમાં સરકારે કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ સુધી મોકુફ રાખવાની દરખાસ્ત મુકી હતી. આગામી બેઠક 22 જાન્યુઆરીએ યોજાશે.
