PM મોદી આજે વારાણસીમાં રસીકરણની કામગીરી કરતા અને રસી લીધેલા લોકો સાથે સંવાદ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણની કામગીરી કરી રહેલાં લોકો અને જે લોકોએ કોવિડની રસી લીધી છે તેમની સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણની કામગીરી કરી રહેલાં લોકો અને જે લોકોએ કોવિડની રસી લીધી છે તેમની સાથે વાતચીત કરશે. વાતચીતમાં સામેલ લોકો રસી લીધા બાદના પોતાના અનુભવો અંગે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મહત્વનું છે કે, આ પહેલાં પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો, રાજકીય પક્ષોના નેતાઓ, અધિકારીઓ તેમજ અન્ય હિતધારકો સાથે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને યોગ્ય રીતે સંચાલન કરવા માટે સતત ચર્ચા-વિચારણા કરી હતી.
