કેન્દ્ર સરકારની સખ્તી બાદ વ્હોટ્સ એપે ગાઈડલાઈન્સ જાહેર કરી
Live TV
-
ઉપરાંત લોકો વચ્ચે સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ પ્રત્યે જાગરૂકતા પણ ફેલાવવામાં આવશે.
સરકારે સોશિયલ મીડિયા પર ભ્રામક અને નકલી માહિતી ફેલાવનાર અને તેનાથી થતા નુકશાનની ગંભીરતાને ધ્યાનમાં રાખી મેસેજિંગ એપ વ્હોટ્સ એપને ચેતવણી આપી હતી. કેન્દ્ર સરકારની સખ્તી બાદ હવે વ્હોટ્સ એપે કેટલીક ગાઈડલાન્સ બનાવી છે. પોતાની 10 ગાઈડ લાઈન્સને વ્હોટ્સ એપ હવે હાઈલાઈટ કરશે કે કયા મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે અને તેમાંથી કયા સાચા છે?
વ્હોટ્સ એપ પ્રમાણે આ ગાઈડલાઈન્સથી અફવા ફેલાવનારની ખબર પડી જશે. ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવશે કે, જો કોઈ સભ્ય ગ્રુપ છોડી દેશે તો એડમિન તેને ફરીથી ગ્રુપમાં સામેલ કરી શકશે નહીં. ઉપરાંત લોકો વચ્ચે સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ પ્રત્યે જાગરૂકતા પણ ફેલાવવામાં આવશે.
ઉપરાંત સોશિયલ મીડીયા પર ફેલાયેલી અફવાઓ તેમજ ભીડ દ્વારા મારપીટથી હત્યાના મામલાઓને રોકવા માટે ગૃહમંત્રાલયે આ અંગે કડક વલણ દર્શાવી રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે આવા મામલાઓમાં સરકાર ત્વરિત તપાસ કરે. રાજ્યને કહેવામાં આવ્યું છે કે આવા મામલામાં રાજ્ય સરકાર એવા ક્ષેત્રોની તપાસ કરે જ્યાં અફવની શક્યતાઓ હોય , સાથે જ બચ્ચા ચોરી અને અપહરણના મામલામાં ઝડપી તપાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
