બ્લૉગ દ્વારા અરુણ જેટલીએ 'આપ'ની સરકારને આપ્યો કડક જવાબ
Live TV
-
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ બ્લોગ દ્વારા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં સ્પષ્ટ કર્યું છે કે, 'સુપ્રિમ કોર્ટના નિર્ણયને કોઈપણ એકની જીત અને બીજાની હાર તરીકે દેખાવો ન જોઈએ. જે મુદ્દાઓ પર સુપ્રિમ કોર્ટે કોઈ સલાહ આપી નથી, તેને કોઈએક પક્ષનું સમર્થન ગણી શકાય નહીં.'
અરુણ જેટલીએ નિર્ણયને તમામ પક્ષને વિસ્તારથી સમજાવતાં તેના બંધારણ પાસાંઓ પર સંક્ષેપ્તમાં લખ્યું છે. તેમણે લખ્યું છે કે, 'સુપ્રિમ કોર્ટે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી, તેથી કોર્ટના નિર્ણયને કોઈ એકના પક્ષમાં માનવો જોઈએ નહીં.'
જેટલીએ લખ્યું છે કે, દિલ્હી સરકારના અધિકારમાં પોલીસ આવતી નથી, તેથી દિલ્હી સરકારને કોઈ તપાસ સમિતિ રચવાન કોઈ અધિકાર નથી. જેટલીના કહ્યા પ્રમાણે, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે. દિલ્હી એક પૂર્ણ રાજ્ય નથી. દિલ્હીના ઉપરાજ્યપાલની ભૂમિકા રાજ્યોના ગવર્નર જેવી નથી.
