Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારનો અડદ અને તુવેર દાળના દરને લઇને મહત્વનો નિર્ણય

Live TV

X
  • લોકોને વ્યાજબી દરે દળ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તુવેર અને અડદ દાળ ઓછા ભાવે ઉપલબ્ધ કરવાવા માટે નિર્ણય લીધો છે.

    સામાન્ય માણસને અડદ અને તુવેરની દાળ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાના હેતુથી, કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. લોકોને સસ્તા દરે દાળ મળી રહે તે માટે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તુવેર અને અડદની દાળ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા માટે નિર્ણય લીધો છે. રાજ્યોને અડદની દાળ 79 અને 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવા માટે પ્રસ્તાવ કર્યો છે. જ્યારે તુવેરની દાળ 85 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવા માટે પ્રસ્તાવ કર્યો છે. દાળના 500 ગ્રામ અને 1 કિલોના પેકેટ રાશનની દુકાનેથી પણ લોકોને મળી રહેશે તે માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ વર્ષે ન્યૂનતમ ટેકાના ભાવે ડાંગરની મોટાપાયે ખરીદી થઈ રહી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી ડાંગરની 48 ટકાથી વધુ ખરીદી થઈ છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે, કે ગતવર્ષે 17 લાખ 70 હજાર ટન ડાંગરની ખરીદી થઈ હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધી 26 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply