ગૃહ મંત્રાલયે રાજ્યોને બળાત્કાર લગતા કેસોનો બે મહિનામાં પુરા કરવા આપ્યો આદેશ
Live TV
-
ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બળાત્કારને લગતા તમામ કેશોની તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસોમાં પોલીસની પગલા લેવાની નિષ્ફળતાની તપાસ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કરવામાં આવેલી નવી સલાહમાં ગૃહમંત્રાલયે જાતીય અપરાધોના કેસની તપાસ પર નજર રાખવા પણ જણાવ્યું છે જેથી ચાર્જશીટ પર સમયસર કાર્યવાહી કરવામાં આવે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ગુનાહિત દંડ સંહિતા અંતર્ગત ઓળખ સંજ્ઞેય ગુનાના કેસોમાં એફઆઈઆર નોંધાવવી ખુબજ આવશ્યક છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે સંજ્ઞેય ગુનાના કેશમાં ઘટના પોલીસ સ્ટેશનના અધિકારક ક્ષેત્રની બહાર હશે તો પણ કેશની માહિતી મેળવ્યા પછી એફઆઈઆર અથવા ઝીરો એફઆઇઆર નોંધવાનું સૂચન આપ્યું છે. મહિલાઓ વિરુદ્ધ જાતીય સતામણીના ગુનાઓ પણ સંજ્ઞેય ગુના હેઠળ આવે છે.
