Skip to main content
Settings Settings for Dark

દીવનાં ઘોઘલા અને દ્રારકાનાં શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટીફિકેશન

Live TV

X
  • દેશના આઠ દરિયા કાંઠાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓળખ અંતર્ગત 'બ્લૂ ફ્લેગ' માટે પ્રમાણિત કરાયા છે. જેમાં ગુજરાતના બે બીચ દ્વારકાનો શિવરાજપુર બીચ અને દીવનો ઘોઘલા બીચ સમાવેશ પામ્યાં છે.

    વિશ્વનાં માત્ર 50 દેશો પાસે જ છે બ્લુ ફલેગ બીચ.જેમાં ભારત સમવિષ્ટ છે. આ ઉપરાંત કર્ણાટકનો કાસરકોડ અને પદુબીદરી, કેરળનો કપ્પડ બીચ., આંધ્રપ્રદેશનો ઋષિકોંડા બીચ., ઓડિશાનો ગોલ્ડન બીચ અને આંદામાન નિકોબારના રાધાનગર બીચનો સમાવેશ થાય છે. આ અંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી હતી. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશ માટે આ એક ગૌરવની બાબત છે. મહત્વપૂર્ણ છે કે, બ્લૂ ફ્લેગનું પ્રમાણ ડેનમાર્કની એક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જેના માટે ચાર મુખ્ય આધારો પર આંકલન કરવામાં આવે છે. જેમાં પર્યાવરણ., શિક્ષણ અને માહિતી, ન્હાવાના પાણીની ગુણવત્તા., તેમજ પર્યાવરણ પ્રબંધન અને દરિયા કિનારાની સુરક્ષા અને સેવા જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply