પ્રધાનમંત્રી મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંપત્તિ કાર્ડનું વિતરણ
Live TV
-
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી "સ્વામિત્વ યોજના" અંતર્ગત, ગ્રામિણ ક્ષેત્રના લોકોને સંપતિ કાર્ડ વિતરણ કરી યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત અંદાજિત 1 લાખ ગ્રામિણ લોકોને સંપતિ કાર્ડ વિતરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી "સ્વામિત્વ યોજના" અંતર્ગત ગ્રામિણ ક્ષેત્રના લોકોને સંપતિ કાર્ડ વિતરણ કરી યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત આજે અંદાજિત 1 લાખ ગ્રામિણ લોકો સંપતિ કાર્ડ દ્વારા, માલિકી હક માટે મોબાઇલ ફોનના SMS દ્વારા લીંકથી ડાઉનલોડ કરી શકશે. સરકારની આ મહત્વકાંક્ષી યોજના દ્વારા મોટી સંખ્યામાં ગ્રામિણ લોકો આત્મનિર્ભર બની શકશે. આ યોજના દ્વારા દેશના 6 રાજ્યો અને 763 ગામો લાભ લઇ શકશે. જેમાં ઉત્તર પ્રદેશના 346 ગામ, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉતરાખંડના 50 તથા કર્ણાટકના 2 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે, કે આ યોજના દ્વારા ગ્રામિણ ક્ષેત્રે મોટાપાયે બદલાવ આવી શકે તેમ છે.
