રામવિલાસ પાસવાનની અંતિમ વિદાય, દીઘા ઘાટ પર થયા અંતિમ સંસ્કાર
Live TV
-
પૂર્વ કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહના આજે પટણામાં પૂર્ણ રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાનના આજે પટણામાં પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુરૂવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પાસવાનનું નિધન થયું હતું.
તેમના પાર્થિવ દેહને ગઇરાત્રે વિમાન દ્વારા પટણા લવાયો હતો. પટણામાં તેમના પાર્થિવ શરીરને દર્શન માટે લોક જનશક્તિ પાર્ટીના વડામથકે રખાયું હતું. નેતાના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. હાલ રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી દીઘા ઘાટ પર લઈ જવામાં આવ્યો છે.
અહીં તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકરની સાથે સાથે સ્થાનિક નેતા શીવાનંદ તિવારી, સુબોધકાંત સહાય, કિશોર પાંડે, ઉપેન્દ્ર કુશવાહ સહિતના નેતાઓ સદગત નેતાને શ્રધ્ધાંજલી આપવા પહોચ્યા છે. તેમના અંતિમ દર્શન કરવા માટે પટણાના લોકો ઉપરાંત દેશના વિવિધ વિસ્તારમાંથી લોકો આવ્યાં છે.
