Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે મનોરંજન પાર્ક તથા તેનાં જેવાં અન્ય સ્થળોનાં સંચાલન માટે માર્ગદર્શિકા બહાર પાડી

Live TV

X
  • કેન્દ્ર સરકારે કોરોનાનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મનોરંજન પાર્ક તથા તેનાં જેવા અન્ય સ્થળોનાં સંચાલન માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયે 15મી ઓકટોમ્બરથી મનોરંજન પાર્ક અને તેનાં જેવા સ્થળો ચોક્કસ નિયમોનાં આધારે ખોલવાની મજૂરી આપી છે. આ સંદર્ભમાં આરોગ્ય મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકામાં માસ્ક પહેરવું તથા બીજી વ્યકિતથી અંતર જાળવવા ઉપરાંત મનોરંજન પાર્કની બધી જ રાઈડોને સેનેટાઈઝ કરવા, મુલાકાતીઓ માટે અલગ-અલગ સમયની ફાળવણી કરવાનાં નિર્દેશ આવ્યા છે.

    થિયેટર તથા ફૂડ કોર્ટ કુલ ક્ષમતાનાં પ્રમાણમાં 50% લોકોને પ્રવેશ આપવા સાથે શરૂ કરી શકાશે. બધા જ સ્થળોએ હવાની અવર- જવર સરળતાથી થઈ શકે તથા વધુ લોકો એક જ સ્થળે એકઠા ન થાય તે જોવાનું રહેશે. મનોરંજન પાર્કમાં સ્વીંમીગપુલનાં ઉપયોગની મંજૂરી આપી શકાશે નહિં. મનોરંજન પાર્કમાં અવનાર દરેક મુલાકાતીના હાથ સેનેટાઈઝ કરવાનાં રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply