Skip to main content
Settings Settings for Dark

રેપો રેટમાં કોઈ બલદાવ નહી, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત

Live TV

X
  • ભારતીય રિઝર્વ બેંકે મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે નીતિ સમિતિની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યુ કે એમપીસીએ રેપો રેટને 4 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રિવર્સ રેપો રેટમાં પણ કોઈ બદલાવ ન કરીને 3.35 ટકા યથાવત રાખ્યો છે.

    ભારતીય રિઝર્વ બેંકે મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે નીતિ સમિતિની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યુ કે એમપીસીએ રેપો રેટને 4 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રિવર્સ રેપો રેટમાં પણ કોઈ બદલાવ ન કરીને 3.35 ટકા યથાવત રાખ્યો છે.

    RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના મહામારીના કારણે અર્થ વ્યવ્સથામાં થયેલ નુકસાનમાં હવે રિકવરી આવી રહી છે. હાલમાં આવેલ આર્થિક આંકડાથી સારા સંકેત મળ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં પણ રિકવરીના મજબૂત સંકેતો મળ્યા છે. માર્ચ મહિનાનો ત્રિમાસિક GDPનો વિકાસ સારો હોવાની સંભાવના છે. ગ્રામિણ અર્થવ્યવસ્થામાં પણ સારો સુધાર થયો છે. ચાલુ નાણાકિય વર્ષમાં નોંધપાત્ર અનાજ ઉત્પાદન થયુ છે. પ્રવાસી મજુરો ફરીથી શહેરોમાં પાછા ફર્યા છે. ઓનલાઈન કોમર્સમાં તેજી આવી છે અને લોકો ઓફિસોમાં આવી રહ્યા છે. આશા છે કે 2021ની ચોથી ત્રિમાસિક સ્થિતીમાં મોંઘવારી ઓછી થશે.

    રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું ?

    જે દર પર રિઝર્વ બેન્ક દેશની બેન્કોને લોન આપે તેના પર લેવાતા વ્યાજના દરને રેપો રેટ કહે છે, જ્યારે બેન્કો તેમની પાસે રહેલા રુપિયા રિઝર્વ બેન્કમાં જમા કરાવે તેના પર બેન્કોને મળતા વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply