રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
ગઈકાલે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનુ લાંબી માદગી બાદ નિધન થયુ હતું. દિવંગત રામવિલાસ પાસવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગઈકાલે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનુ લાંબી માદગી બાદ નિધન થયુ હતું. દિલ્હી ખાતેના નિવાસસ્થાને તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે. દિવંગત રામવિલાસ પાસવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
સાંજે 3 વાગ્યે તેમના પાર્થિવદેહને પ્લેનથી પટણા લઈ જવામાં આવશે. અહીં પાર્થિવદેહને તેમની પાર્ટી લોજપાની ઓફિસમાં પણ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. ત્યારબાદ શનિવારે પટણાના દીઘાઘાટ પર રાજકીય સન્માનની સાથે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રામવિલાસ પાસવાનનું 74 વર્ષની ઉંમરે ગુરુવારે સાંજે દિલ્હીમાં નિધન થયું હતું. 22 ઓગસ્ટથી પાસવાન હોસ્પિટલમાં દાખલ હતા અને 2 ઓક્ટોબરે હાર્ટ સર્જરી થઈ હતી.
