Skip to main content
Settings Settings for Dark

લઘુત્તમ ટેકાનાં ભાવોનાં આધારે વિવિધ ખરીફ પાકોની ખરીદીની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા શરુ

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્રારા લધુત્તમ ટેકાનાં ભાવોનાં આધાર વિવિધ ખરીફ પાકોની ખરીદીની કામગીરી ચાલી રહી છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્ય સરકારો તરફથી મળેલી દરખાસ્તને ધ્યાનમાં લઈને સરકારે 30 લાખ 70 હજાર મેટ્રીક ટન કઠોળ અને તેલીબીયાની ખરીદીને પણ મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ટેકાનાં ભાવે મગની કરેલી ખરીદીનાં લીધે તામિલનાડુ અને હરીયાણાનાં ખેડૂતોને લાભ થયો છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 20 લાખ 37 હજાર મેટ્રિક ટન ડાંગરની ખરીદી લઘુત્તમ ટેકાનાં ભાવે કરી છે, આનો લાભ દેશભરનાં એક લાખ 70 હજાર જેટલાં ખેડૂતોને મળ્યો છે. સરકારે ડાંગરની ખરીદીનાં પગલે ખેડૂતોને 3,850 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.કેન્દ્ર સરકારે જણાવ્યું કે, બીજા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી મળનારી દરખાસ્તોનાં આધારે કૃષિ ઉપજોની ખરીદીને મંજૂરી આપવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply