Skip to main content
Settings Settings for Dark

ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાના પ્રમુખ આજે વિદેશમંત્રી એસ.જયશંકર સાથે કરશે મુલાકાત

Live TV

X
  • પાંચ દિવસ ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાના પ્રમુખ ડો. અબ્દુલ્લા અબ્દુલ્લા આજે વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. એસ.જયશંકરે ડો. અબ્દુલ્લા અબ્દુલ્લાને આશ્વાસન આપ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે પ્રતિબધ્ધ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાના પ્રમુખ ડો. અબ્દુલ્લા અબ્દુલ્લાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-અફઘાનિસ્તાનના સંબંધોને વધુ મજબુત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ડો. અબ્દુલ્લાએ અફઘાન શાંતિ પ્રક્રિયા પર ભારતની સિદ્ધાંતિક સમજૂતિને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.. મહત્વપૂર્ણ છે કે, ડો અબ્દુલ્લા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી ચુક્યાં છે. આ દરમિયાન પણ તેમને તાલિબાન સાથે ચાલી રહેલી શાંતિ વાર્તાની પ્રગતિ સહિત અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારતે આ શાંતિ વાર્તાનું સંપૂર્ણ સન્માન કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply