દેશમાં કોવિડ-19થી સ્વસ્થ્ય થવાનો દર 85.52 ટકા થયો
Live TV
-
દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતા લોકોના દરમાં વધારો થયો છે. જે હવે 85.52 ટકા થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં લગભગ 78 હજાર દર્દીઓ કોરોનાના સંક્રમણને મ્હાત આપી ચુક્યા છે.
કુલ 59 લાખથી વધારે લોકો સ્વસ્થ્ય થયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે અત્યાર સુધી કુલ 59 લાખથી વધારે લોકો સ્વસ્થ્ય થયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે કોરોના સંક્રમણથી સ્વસ્થ થતા લોકોમાં વધારો થયો છે. જે હવે 12.94 ટકા થઈ ગયું છે.
દેશમાં સક્રિય કેસોની સંખ્યા દસ લાખથી પણ ઓછી
હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા દસ લાખથી પણ ઓછી છે. ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની નીતિના કારણે લોકોના સ્વસ્થ્ય થવામાં વૃદ્ધિ થઈ છે અને મૃત્યુદર ઓછો થયો છે. દેશમાં મૃત્યુદર 1.54 ટકા છે. કુલ સંક્રમિત લોકોની સંખ્યા 69 લાખ 6 હજાર 152 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 964 દર્દીઓના આ વાયરસના કારણે મોત થવાથી અત્યાર સુધી 1 લાખ 6 હજાર 490 દર્દીઓના આ સંક્રમણથી મૃત્યુ થઈ ચુક્યા છે.
