Skip to main content
Settings Settings for Dark

રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શને લોકો પહોંચ્યા

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે પટના એરપોર્ટ પર શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પટનામાં રાજકીય સન્માન સાથે, અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    ગઈકાલે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ગઇકાલે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ કેન્દ્રીય મંત્રી મંડળના નેતાઓ અને અન્ય નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતાં અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    રામ વિલાસ પાસવાન 5 વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે, કે લોકજન શક્તિ પાર્ટીના સંયોજક રામ વિલાસ પાસવાનનું હાલમાં જ એક હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાંચ દાયકા કરાતા વધુ સમય સુધી રાજકારણમાં સક્રિય રહેલા રામ વિલાસ પાસવાન 5 વખત લોકસભાના સાંસદ રહ્યાં હતા. અને વર્તમાન સરકારમાં ઉપભોક્તા, ખાદ્ય અને પુરવઠા બાબતના મંત્રી હતા. તેમનો જન્મ 5 જૂલાઈ 1946ના રોજ બિહારમાં થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply