Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર આગામી ત્રણ-ચાર દિવસમાં કોવીડની રસીના વધુ 40 હજાર 650 ડોઝ આપશે

Live TV

X
  • કેન્દ્ર સરકાર બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી ત્રણ-ચાર દિવસમાં કોવીડનીરસીના વધુ 40 હજાર 650 ડોઝ આપશે. આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને અત્યાર સુધીમાં કોવીડની રસીના 21 કરોડ 80 લાખથી વધુ ડોઝ આપ્યા છે. આ પૈકી રસીના થયેલા બગાડ સહિત 19 કરોડ 90 લાખ રસીના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે એક કરોડ 90 લાખ ડોઝ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે વણવપરાયેલ છે. એવી જ રીતે કેન્દ્ર સરકાર બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને 30મી મે સુધીના સમયગાળા માટે રેમડેસીવીરના વધારાના 22 લાખ, 17 હજાર વાયલ ફાળવ્યા છે. રસાયણ વિભાગના મંત્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, 23મી મે સુધી રાજ્યોને રેમડેસિવિરના 76 લાખ વાયલ ફાળવવામાં આવ્યા હતા. આમ સમગ્ર દેશમાં રેમડેસીવીરના આશરે 99 લાખ જેટલા વાયલ ફાળવવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply