Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર વિવિધ રાજ્ય સરકારો દ્વારા 12માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે જૂન સુધીમાં નિર્ણય લેશે

Live TV

X
  • કેન્દ્ર સરકાર વિવિધ રાજ્ય સરકારો દ્વારા બારમા ધોરણની બોર્ડની પરીક્ષા કેવી રીતે યોજવી એઅંગે મેળવેલા સૂચનોનો અભ્યાસ કરીને પહેલી જૂથ સુધીમાં નિર્ણય લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાઅધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં બારમા ધોરણની તથા વિવિધવ્યવસાયીક અભ્યાસક્રમોની પરીક્ષા યોજવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષા લેવાની પદ્ધતિઓ, પરીક્ષાનો સમયગાળો, પરીક્ષાનો સમય સહિત વિવિધ મુદ્દાઓનેઆવરી લેવાયા હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નીશંકે જણાવ્યું હતું કે, આગામી પહેલી જૂન સુધીમાં સરકાર પરીક્ષાઅંગે નિર્ણય લેશે. રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધ્વારા જણાવવામાંઆવ્યું હતું કે, વિદ્યાર્થીઓનીકારકીર્દી મહત્વની છે. તેટલી જ તેઓની સુરક્ષા પણ મહત્વની છે. પરીક્ષાઓ યોજતી વખતેકોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાંઆવશે અને ભારત સરકાર ધ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓમાટે જરૂરી સહયોગ પુરો પાડવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply