Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર-ખેડૂતો વચ્ચે 9 ડિસેમ્બરે થશે ફરીથી બેઠક

Live TV

X
  • કેન્દ્ર સરકારને નવા કૃષિ કાયદા અંગે ચાલુ ગતિરોધ ખતમ થાય તેવા સકારાત્મક પરિણામની અપેક્ષા

    કૃષિ સુધારા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 10મો દિવસ છે, ત્યારે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે 5મા તબક્કાની બેઠકમાં મંત્રણા કરવામાં આવી હતી. આજની આ બેઠક પૂર્ણ થઈ છે અને હવે પછીની બેઠક 9 ડિસેમ્બરે કરવામાં આવશે. 

    આ બેઠક કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પીયુષ ગોયલની આગેવાનીમાં મળી રહી છે. જો કે અગાઉ ગુરુવારે થયેલી ચોથા તબક્કાની વાતચીતમાં 40 ખેડૂતોના પ્રતિનિધિમંડળે સરકારને ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની સલાહ આપી હતી.

    ગુરૂવારે મળેલી ચોથા તબક્કાની બેઠકમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે,સરકાર દરેક મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે. ભારત સરકાર APMC પર વિચાર કરશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે,MSP ચાલે છે, ચાલી રહી છે અને ચાલુ રહેશે. સાથે જ બજારમાં ટ્રેડર્સનું રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે. જો કે નવા કાયદામાં ખેડૂતોને પુરી સુરક્ષા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply