Skip to main content
Settings Settings for Dark

હવે દેશમાં બનશે નવું સંસદભવન, 10 ડિસે. PM મોદી કરશે ખાતમૂર્હુત

Live TV

X
  • હાલનું સંસદ ભવન ખુબ જ નાનું અને જુનું છે, ત્યારે દિલ્હીમાં બનવા જઈ રહેલા નવા સંસદ ભવનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 10 ડિસેમ્બરના રોજ બપોરના 1 કલાકે ભૂમિપૂજન કરવામાં આવશે.

    જેમાં દરેક રાજકીય પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે, ત્યારે 64 હજાર 500 ચો.મીમાં ફેલાયેલ સંસદ ભવનની નવી બિલ્ડિંગનું નિર્માણ રૂ.971 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

    1224 સાંસદો એક સાથે આ સંસદ ભવનમાં હાજર રહી શકશે. સાથે જ ભારતીય શિલ્પકારો દ્વારા નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સંસદ ભવનની સામે શ્રમ શક્તિ ભવનમાં બધા જ સાંસદોનું કાર્યાલય બનાવવામાં આવશે.

    જૂના સંસદ ભવનના જુના બિલ્ડિંગમાં જેટલા ફ્લોર હતા તેટલા જ ફ્લોર નવ નિર્મિત બિલ્ડિંગમાં બનાવવામાં આવશે. સાથે જ જુની ઈમારતને પુરાતત્વીય સંપત્તિના રૂપમાં જ રાખવામાં આવશે. આજના સંદર્ભને ધ્યાને રાખીને નવા બિલ્ડિંગમાં સમગ્ર સુવિધાઓ રાખવામાં આવશે. જો કે જૂની ઇમારતના ઉપયોગ અંગે ચર્ચા કરવા એક સમિતિ પણ બનાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply