PM મોદી 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનનું બપોરના 1 કલાકે કરશે ભૂમિપૂજન
Live TV
-
હાલનું સંસદ ભવન ખુબજ નાનું અને જુનું છે ત્યારે દિલ્હીમાં બનવા જઈ રહેલા નવા સંસદ ભવનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 10 ડિસેમ્બરના રોજ બપોરના 1 કલાકે ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં દરેક રાજકીય પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે. ત્યારે 64 હજાર 500 ચો.મી.માં ફેલાયેલ સંસદ ભવનની નવી બિલ્ડિંગનું નિર્માણ રૂ.971 કરોડના ખર્ચે કરવામાં આવશે. 1,224 સાંસદો એક સાથે આ સંસદ ભવનમાં હાજર રહી શકશે સાથે જ ભારતીય શિલ્પકારો દ્વારા નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સંસદ ભવનની સામે શ્રમ શક્તિ ભવનમાં બધા જ સાંસદોનું કાર્યાલય બનાવવામાં આવશે. જેટલા ફ્લોર સંસદ ભવનના જુના બિલ્ડિંગમાં હતા તેટલા જ ફ્લોર નવ નિર્મિત બિલ્ડિંગમાં બનશે. સાથે જ જુની ઈમારતને પુરાતત્વીય સંપત્તિના રૂપમાં જ રાખવામાં આવશે. આજના સંદર્ભને ધ્યાને રાખીને નવા બિલ્ડિંગમાં સમગ્ર સુવિધાઓ રાખવામાં આવશે જો કે જૂની ઇમારતના ઉપયોગ અંગે ચર્ચા કરવા એક સમિતિ પણ બનાવવામાં આવી છે.
