રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના સિદ્ધાંત માટે પ્રતિબદ્ધ છે સરકારઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફ્રેંસ દ્વારા આઈઆઈટી 2020 ગ્લોબલ સમિટને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ ભારતમાં રેકોર્ડ નોંધનીય રોકાણ થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,કે દેશ સુધારણા, શ્રેષ્ઠ કામગીરી અને પરિવર્તનના સિધ્ધાંતની સાથે પૂરી રીતે તૈયાર છે. આઇઆઇટી-2020 વૈશ્વિક શિખર સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ, કે સુધારણાના દાયરામાં કોઇ પણ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું નથી.
તેમણે અનેક ક્ષેત્રોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું કે, અમારી સરકાર રીફોર્મ, પરર્ફોમ, ટ્રાન્સફોર્મ માટે પૂરી રીતે સક્ષમ છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે, સુધારાવાદી નીતિથી કોઈપણ વિભાગને અલગ રખાયો નથી.
કોવિડ-19ના સમય બાદ આવનારા દિવસોમાં ફરીથી આપણે નવા વિચારો સાથે નવું શીખવાનો અને નવી કાર્ય પધ્ધતિઓને આપણે હાથ પર લેવાના રહેશે. આ સાથે ભારત હવે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે પૂરી રીતે તૈયાર છે.
