કેન્દ્ર સરકાર દ્વારા ‘મેરા બિલ મેરા અધિકાર’ નામથી ‘ઇનવોઇસ ઇન્સેન્ટિવ યોજના શરૂ કરાશે
Live TV
-
કેન્દ્ર સરકાર તમામ ખરીદીઓ માટે બિલ માગતા ગ્રાહકો માટે ‘મેરા બિલ મેરા અધિકાર’ નામથી ‘ઇનવોઇસ ઇન્સેન્ટિવ યોજના શરૂ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુકત રીતે આ કામ કરશે. આ યોજના પહેલી સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ યોજના પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને આસામ, ગુજરાત અને હરિયાણા રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે.
200 રૂપિયાના ન્યૂનતમ મૂલ્યવાળા બિલ IOS અને મોબાઇલ એપ્લિકેશન મેરા બિલ મેરા અધિકાર અથવા વેબ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. દરેક ક્વાર્ટરમાં એક કરોડ રૂપિયાના બે બમ્પર ઇનામ આપવામાં આવશે. 800 લકી ડ્રો પણ હશે જેમાં પ્રત્યેકની 10 હજાર રૂપિયાની ઈનામી કિંમત હશે અને દર મહિને 10 લાખ રૂપિયાના ઈનામ સાથે 10 ડ્રો થશે.
