Skip to main content
Settings Settings for Dark

I&B મંત્રાલયે મીડિયા સંસ્થાઓને સટ્ટાબાજીની પ્રત્યક્ષ અને પરોક્ષ જાહેરાતોને મંજૂરી આપવા સામે આપી સલાહ

Live TV

X
  • માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા એન્ટિટીઓ, ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સહિત તમામ હિતધારકોને કોઈપણ સ્વરૂપમાં સટ્ટાબાજી/જુગાર પર જાહેરાતો/પ્રમોશનલ સામગ્રી બતાવવાથી તાત્કાલિક દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે ઉમેર્યું છે કે, આ એડવાઈઝરીનું પાલન કરવામાં નિષ્ફળતા વિવિધ કાયદાઓ હેઠળ ભારત સરકાર તરફથી યોગ્ય કાર્યવાહીને આમંત્રણ આપી શકે છે. આ મિકેનિઝમ મની લોન્ડરિંગ નેટવર્ક સાથે જોડાણ ધરાવે છે, જેનાથી દેશની નાણાકીય સુરક્ષા જોખમાય છે.

    મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે, આ ગેરકાયદેસરતાઓ સાથે એવી પણ સંભાવના છે કે, આવી જાહેરાતો માટે કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મંત્રાલયે નોંધ્યું છે કે, જાહેરાત મધ્યસ્થી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સહિતની કેટલીક મીડિયા સંસ્થાઓ, ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની મુખ્ય રમતગમતની ઘટનાઓ દરમિયાન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મની પ્રત્યક્ષ અને પરોક્ષ જાહેરાતોને મંજૂરી આપી રહી છે. મંત્રાલયે અવલોકન કર્યું છે કે, રમતગમતની મોટી ઈવેન્ટ ખાસ કરીને ક્રિકેટ દરમિયાન આવા સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનું વલણ છે અને આવી જ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ હવેથી થોડા દિવસોમાં શરૂ થઈ રહી છે.

    મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મને સટ્ટાબાજી/જુગારના પ્લેટફોર્મને જાહેર કરવા સામે ચેતવણી આપવા માટે એડવાઈઝરી જારી કરી છે. ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ મધ્યસ્થીઓને પણ સલાહ આપવામાં આવી છે કે, તેઓ ભારતીય પ્રેક્ષકો તરફ આવી જાહેરાતોને ટાર્ગેટ ન કરે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સટ્ટાબાજી અને જુગાર એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને તેથી કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર આવી પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાહેરાતો/પ્રચાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019, પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978 વગેરે સહિત વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply