રાષ્ટ્રપતિભવન ખાતે બ્રહ્મકુમારીઝના રાજયોગીની દાદી પ્રકાશ મણિની પુણ્યતિથિ પર ટપાલ ટિકીટ વિમોચન પ્રસંગે રાષ્ટ્રપતિનું સંબોધન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિભવન ખાતે બ્રહ્મકુમારીઝના રાજયોગીની દાદી પ્રકાશ મણિની પુણ્યતિથિ પર ટપાલ ટિકીટ વિમોચન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે, દાદી પ્રકાશ મણિના નેતૃત્વમાં બ્રહ્મકુમારી સંસ્થા વિશ્વસ્તરીય સંગઠનમાં પરિવર્તિત થઈ. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું કે, કેટલાક લોકો એવા કામ કરી જાય છે જે અમરત્વ પ્રાપ્ત કરી જાય છે.પ્રકાશ મણિ દાદીએ આધ્યાત્મિકતાના માધ્યમથી દેશ વિદેશમાં ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો સંચાર કર્યો હતો.
