40 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસના પ્રવાસે જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહન્સીબર્ગમાં યોજાયેલ બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધા બાદ આજે ગ્રીસ જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા એવા ભારતીય પ્રધાનમંત્રી છે કે જે 40 વર્ષમાં પહેલીવાર ગ્રીસના પ્રવાસે જાય છે. પ્રધાનમંત્રીનું ગ્રીસની રાજધાની એથેન્સમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ગ્રીસ પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહીદોના સમાધિસ્થળ પર પુષ્પાજંલિ અર્પણ કરશે. તો ગ્રીસના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર અને રોકાણ સહિત અનેક મુદ્દા પર દ્વીપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી બંને દેશોના વેપારી પ્રતિનિધિઓ સહિત ગ્રીસમાં રહેતા ભારતીયોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીની આ યાત્રાથી ગ્રીસમાં રહેતા ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસએ નાટોનું સભ્ય છે અને સાથે યુરોપ અને યુરોપીય સંઘના બજારનું પ્રવેશ દ્વારા છે.
