કેબિનેટની બેઠકમાં જમ્મુ - કાશ્મીર રીઝર્વેશન એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2019ને મંજૂરી
Live TV
-
આગ્રાની મેટ્રો રેલવે પ્રોજેક્ટને પણ લીલીઝંડી આપવામાં આવી
કેન્દ્રિય કેબિનેટની ગુરૂવારે મળેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં જમ્મુ - કાશ્મીર રીઝર્વેશન એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ, 2019ને મંજૂરી આપવામાં આવી છે. આ વટહુકમને પગલે જે લોકો આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહે છે તેમને પણ અનામતનો લાભ મળશે. કેબિનેટની બેઠકમાં કાનપુર ખાતે આગ્રાની મેટ્રો રેલવે પ્રોજેક્ટને પણ લીલીઝંડી આપવામાં આવી હતી.
રાજકોટને ગ્રીન ફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી હતી.કેન્દ્રિય IT મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જે કોઈ સંસ્થા આધાર સ્વીકારશે તેણે તેની પ્રાઈવસી માપદંડોનું પાલન કરવું પડશે. વર્ષ 2025 સુધીમાં ,ભારતને સોફ્ટવેર ઉત્પાદક કેન્દ્રના રૂપમાં , વિકસાવવા રાષ્ટ્રીય સોફટવેર ઉત્પાદન નીતિને પણ મંજૂરી આપી હતી. સરકારે વિધ્વંસક પ્રવૃત્તિઓ આદરવા બદલ ,જમાત -એ- ઇસ્લામી સંગઠન પર, પ્રતિબંધ લાદવા પણ નિર્ણય લીધો છે.
