જમ્મુ - કાશ્મીરના હંદવારમાં બે આતંકીઓ ઠાર
Live TV
-
ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ થયો હોવાના અહેવાલ
જમ્મુ - કાશ્મીરના કુપવારાના હંદવાર ખાતે સવારે થયેલા એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર થયા હતા. બેથી ત્રણ ત્રાસવાદી છૂપાયાની આશંકા સાથે શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર થયા પછી સુરક્ષા દળો હજી પણ સર્ચ ઓપરેશન જારી રાખશે. આ દરમિયાન સરહદી ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ થયો હોવાના અહેવાલ છે.
