ભારતની કૂટનીતિક જીત, વિંગ કમાન્ડર આજે ભારત પરત આવશે
Live TV
-
પાક .પ્રધાનમંત્રીએ સંસદમાં કરી ઘોષણા
ભારતની કૂટનીતિક મોટી જીત થઈ છે. પાકિસ્તાનના પ્રધાન મંત્રી ,ઈમરાન ખાને ,પાકિસ્તાની સંસદમાં ઘોષણા કરી હતી ,કે, બંદી બનાવવામાં આવેલ ,ભારતના વિંગ કમાન્ડર ,અભિનંદનને આજે ભારતને સોંપવામાં આવશે. ઈમરાન ખાને કહ્યું ,હતું કે, પાકિસ્તાન શાંતિનો સંદેશ આપવા માટે ,આ પગલું ભરી રહ્યું છે. મહત્ત્વનું છે ,કે ,આ પહેલાં ,ભારતીય સરકારે, પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી ,કે, પાકિસ્તાન ,કોઈ પણ પ્રકારની ,શરત વિના ,તાત્કાલિક વિંગ કમાન્ડરને ,મુક્ત કરે ,અને જો પાકિસ્તાન તેમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડશે, તો તેની પર ,કડક કાર્યવાહી કરવામાં આવશે

ભારતીય વાયુસેનાના ,વીંગ કમાન્ડર અભિનંદન આજે પાકિસ્તાનથી ભારત પાછા ફરે તેવી સંભાવના છે. વાઘા બોર્ડર ખાતે વીંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા છે. વાઘા બોર્ડરે ઢોલ - નગારા વાગી રહ્યા છે. જબરદસ્ત રાજદ્વારી દબાણ ઉભું થયા પછી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ,ગઈકાલે પોતાના દેશની, રાષ્ટ્રીય ધારાસભામાં ,ભારતીય પાઈલોટની વાપસી અંગે, જાહેરાત કરી હતી. ભારતીય વાયુસેનાના વીંગ કમાન્ડરે આર્મી ચીફ અને ,નેવીના વડા દ્વારા ,આંતકવાદી છાવણીઓના સફાયા માટે ,ભારતીય સૈન્ય દ્વારા, થયેલી કાર્યવાહી પછી ,સેનાની ત્રણેય પાંખ દ્વારા, પત્રકાર પરિષદને ગુરૂવારે સંબોધવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના દાવાઓની પોલ ,ખોલવામાં આવી હતી.
