Skip to main content
Settings Settings for Dark

કેબિનેટની બેઠકમાં રાજ્યોને અપાતી સબસિડીમાં આધાર કાર્ડનો પ્રયોગ કરવા અંગે લેવાયો નિર્ણય

Live TV

X
  • આજે દિલ્હીના શાસ્ત્રીભવન ખાતે મળેલી, કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ ,સૂચના અને પ્રસારણ મંત્રી ,પ્રકાશ જાવડેકરે ,કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ,જાણકારી આપી હતી. આ બેઠકમાં ,અનેક મહત્વપૂર્ણ નિર્ણય ,લેવામાં આવ્યા હતા. જેની જાણકારી ,કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી ,પ્રકાશ જાવડેકરે આપી હતી.. જેમા સૌથી મહત્વપૂર્ણ નિર્ણય, શેરડીના FAIR AND REMUNERATIVE PRICE અંગે ,કરાયો હતો. શેરડીની FRP ,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. શેરડીના વધુ ઉત્પાદનને કારણે ખાંડની કિંમત છેલ્લા ઘણા સમયથી સતત ઉપરનીચે થઈ રહી હતી. આથી શેરડીના ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે સરકારે શેરડીની FRP યથાવત રાખતા 40 લાખ ટન બફર ખાંડનો સ્ટોક કરવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે જો બજારમાં પુરવઠો વધશે. તો બફર સ્ટોક દ્વારા ભાવોને નિયંત્રિત કરી શકાશે. આથી શેરડીના ખેડૂતોને ખર્ચને પહોંચી વળવામાં મદદ મળશે. સાથોસાથ બજારમાં ખાંડના ભાવ પણ સારા મળશે. તો ઉપભોક્તાઓને સસ્તી ખાંડ મળી શકશે. આ ઉપરાંત આધાર કાર્ડને લઈને પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા રાજ્ય સરકાર જે સબ્સિડી આપે છે તે યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડનો પ્રયોગ કરી શકાશે. જેમા સંશોધન માટે સંસદમાં બિલ લાવવામાં આવશે. અને તેને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply