સંસદમાં ફરી ગુંજ્યો પી.એમ. મોદી ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં કાશ્મીર મધ્યસ્થિનો મુદ્દો
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે આ મુદ્દે કોઈ ત્રીજાની મધ્યસ્થતાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કારણ કે આ બાબત શિમલા કરારની વિરૂદ્ધ હશે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે વિદેશમંત્રી એસ.જયશંકર સદનમાં સ્પષ્ટ કરી ચૂકયા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મહિનાની જાપાન મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી પણ તેમાં કાશ્મીરનો કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નહોતો. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે જ્યારે પણ વાત થશે ત્યારે ફક્ત કાશ્મીર મુદ્દે જ નહિં પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.
