મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં આજે ભારે વરસાદ
Live TV
-
મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે મોડી રાતે થયેલા વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રેલવે સ્ટેશનમાં ટ્રેક પણ ડૂબી ગયા હોવાથી મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન ઉપર પણ અસર થઈ છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે સાયન, હિંદમાતા, દાદર, અંધેરી, સાયનમાં રોડ ઉપર અને રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચક્રવાતની સ્થિતિના કારણે આગામી બે દિવસ સુધી શહેરમાં વરસાદની પરિસ્થિતિ યથાવત રહેશે.
