ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેનો કાયદો એટલો મજબૂત હોવો જોઈએ
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેનો કાયદો એટલો મજબૂત હોવો જોઈએ. જે આતંકવાદને નાથી શકે. લોકસભામાં યૂએપીએ એટલે કે Unlawful Activities Act: ગેર કાનૂની ગતિવિધી સંશોધક વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અંગે લોકસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આતંકવાદને ડામવા કઠોર કાયદાની જરૂરિયાત છે. તેમણે કોંગ્રેસને ભીંસમાં લેતા કહ્યું હતું કે આજે કોંગ્રેસ કાયદામાં સંશોધન વિધેયનો વિરોધ કરી રહી છે પરંતુ વર્ષ 1967માં ઇન્દિરા ગાંધીની સરકાર જ આ કાનૂન લાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે યૂએપીએ બિલમાં કોઈ વ્યક્તિ વિશેષને ક્યારે આતંકવાદી જાહેર કરવામાં આવે તે માટેની સુવિધા છે .
