Skip to main content
Settings Settings for Dark

ત્રિપલ તલાક બિલ પાસ કરાવવા આજે લોકસભામાં ચર્ચા

Live TV

X
  • રાજ્યસભામાં આજે સૂચનાનો અધિકાર સંશોધન વિધેયક, ઇન્સોલવન્સી અને બેન્કરપ્ટસી સંશોધન વિધેયક પર ચર્ચા થશે

    લોકસભામાં આજે ત્રણ તલાક અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ વિધેયક 2019ને ચર્ચા થયા પછી પારિત કરાવવા માટે પટલ ઉપર રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે ત્રણ તલાક વિધેયક ઉપર ચર્ચા પછી તેને પારિત કરાવવા માટે સુચિબદ્ધ કર્યું છે. વિધેયકમાં અચાનક ત્રણ તલાક આપવાને અપરાધ ગણવામાં આવ્યું છે. અને સાથે દોષિતને જેલની સજા કરવાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પહેલા જ લોકસભામાં આ બિલ રજૂ કરી ચૂકી છે. મોદી સરકારે ગત વખતે પણ આ બિલને લોકસભામાં પાસ કરાવ્યું હતું. આ પછી તેને રાજ્યસભામાં મોકલવામાં આવ્યું હતું. રાજ્યસભામાં અલ્પમત હોવાથી સરકાર આ બિલ પાસ કરાવી શકી ન હતી. વિપક્ષી પાર્ટીઓએ આ બિલને સિલેક્ટર કમિટી પાસે મોકલવાની માંગણી કરી હતી. જોકે, સરકારે તે માંગ ફગાવી દીધી હતી. બીજી તરફ રાજ્યસભામાં આજે સૂચનાનો અધિકાર સંશોધન વિધેયક, ઇન્સોલવન્સી અને બેન્કરપ્ટસી સંશોધન વિધેયક પર ચર્ચા થશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply