કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, એસેટ ખરીદવાની આંશિક ક્રેડિટ ગેરંટી સ્કીમને મંજૂરી
Live TV
-
સરકારી બેંકોને, નોંન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરના એસેટ ખરીદવાની આંશિક ક્રેડિટ ગેરંટી સ્કીમને મંજૂરી, જમ્મુ કાશ્મીર અને લદાખ માટે બગાયત માટેની યોજનાને ત્રણ વર્ષ વધુ લંબાવાઇ
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતાં. કેન્દ્રીય મંત્રી મંડળે એરક્રાફ્ટ સુધારા બિલને મંજૂરી આપી હતી. આ ઉપરાંત કેબિનેટના પાયાના માળખાને મજબૂત કરવા ઘણા મહત્વના નિર્ણય લીધા હતાં. દેવાળીયા સુધારા બિલને પણ આ બેઠકમાં મંજૂરી આપી જેનો ઉદ્દેશ કારોબારમાં સુગમતા સુનિશ્ચીત કરવા માટે દેવાયુ સમાધાન પ્રક્રિયામાં આવી રહેલ વિશે, મુશ્કેલીઓને દૂર કરવાનો છે. આ ઉપરાંત સરકારી બેંકોને નોંન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરના એસેટ ખરીદવાની આંશિક ક્રેડિટ ગેરંટી સ્કીમને મંજૂરી આપી છે. કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બાગાયતી માટે ,પ્રધાનમંત્રી વિકાસ પેકેજને ત્રણ વર્ષ વધારવાની અને સુધારણાને મંજૂરી આપી છે. જેમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે સામાજિક સુરક્ષા અંગેના કરાર પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દેવાઈ છે.
