ઝારખંડમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન
Live TV
-
જિલ્લાની 17 વિધાનસભાની બેઠક પર ચાલી રહ્યું છે મતદાન
ઝારખંડમાં આજે ત્રીજા તબક્કાની ચૂટણી માટે 8 જિલ્લાની 17 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. 7016 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. ચૂંટણીપંચ અનુસાર આ તબક્કામાં કુલ મતદારોની સંખ્યા 56લાખ 18 હજાર છે. જે 309 ઉમેદવારના ભાગનો નિર્ણય કરશે. જેમા 32 મહિલા ઉમેદવાર છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ચોથા અને પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે ધનબાદમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. ધનબારમાં ચોથા તબક્કા માટે 16 ડિસે્મબરે મતદા થશે. આ દરમિયાન ધનબાદની 6 વિધાનસભા બેઠકો ધનબાદ , સિંધરી, મિરઝા, ઝડિયા, ટુંડી અને બાગમારામાં મતદાન થશે. ઝારખંડમાં પાંચ તબક્કામાં કુલ 81 બેઠક માટે ચૂંટણી થઇ રહી છે. ચૂંટણીના પાંચ ચરણની મતગણતરી એક સાથે 30 ડિસેમ્બરે થશે
