Skip to main content
Settings Settings for Dark

PM મોદીનું ધનબાદમાં ચૂંટણી સભાને સંબોધન, CAB બિલ અંગે કરી સ્પષ્ટતા 

Live TV

X
  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 માટેના ચોથા તબક્કાના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ધનબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં નાગરિકતા સંશોધન બિલની પણ ચર્ચા કરી હતી. 

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાય દિવસોથી હું ઝારખંડની મુલાકાત લઈ રહ્યો છું અને હું અનુભવી રહ્યો છું કે લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે.  નાગરિકોએ છેલ્લા બે તબક્કાની ચૂટણીમાં સારું મતદાન કર્યું છે અને આગામી દિવસોમાં પણ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને મજબૂત સરકાર બનશે. 

    વધુમાં તેમણે કહ્યું કે, ભાજપ જ છે, જે સંકલ્પ લીધા બાદ તેના પર કાર્યવાહી પણ કરે છે. કોંગ્રેસે આ દેશનો માહોલ વિચિત્ર બનાવ્યો, જેના કારણે દેશના લોકોનો નેતાઓ પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો. ભાજપે માત્ર 6 મહિનામાં જ બતાવી દીધું કે, સંકપ્લ ગમે તેટલા મુશ્કેલ હોવા છતાં અમે પૂરી કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. 

    વધુમાં તેમણે ઝારખંડના ખેડૂતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 6 મહિના પહેલા અમે કહ્યું હતું કે, ઝારખંડ સહિત દેશના તમામ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચડાવામાં આવશે અને અમે તે વાયદો પૂરો કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply