લોકસભા બાદ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર
Live TV
-
રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 6 લઘુમતી સમુદાયના શરણાર્થીઓને મળી શકશે ભારતમાં નાગરિક્તા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નાગરીકતા સંશોધન ખરડો રજૂ કર્યો. જેના પર આશરે 6 કલાક સુધી ચર્ચા ચાલી હતી. અને ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંસદને જવાબ આપ્યા હતા. વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યુ હતુ. શિવસેનાનું વલણ પણ આ મુદ્દે અસ્પષ્ટ રહેતા તેમણે સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો. સંસદમાં નાગરીકતા બીલને સિલેક્ટ કમિટિને મોકવાનો અને આગામી સેસન્સમાં લાવવાની માંગનો વિપક્ષનો પ્રસ્તાવ ખારીજ થયો હતો. પ્રસ્તાવની તરફેણમાં 125 અને વિરોધમાં 105 મત પડ્યા હતા. આ ખરડો રાજ્યસભામાં પસાર થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ સાંસદોનો આભાર માન્યો હતો. આ બિલ પ્રથમ લોકસભામાં અને ગઇકાલે ચર્ચાના અંતે રાજ્યસભામાંથી પસાર થતાં ,લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
